Pages

Highlight Of Last Week

Search This Website

Friday, 14 May 2021

ના હોય! / સ્મશાનમાં ચિતામાંથી ઓમ-ઓમના અવાજ સાથે ઉઠી લાશ પછી જે થયુ...

ના હોય! / સ્મશાનમાં ચિતામાંથી ઓમ-ઓમના અવાજ સાથે ઉઠી લાશ પછી જે થયુ...




કોરોનાના કારણે રોજ કેટલા લોકો જીવ ગુમાવે છે અને સ્મશાનગૃહમાં પણ લાશનું વેઇટિંગ જોવા મળે છે તેવામાં મધ્યપ્રદેશના એક સ્મશાનમાં અજીબ ઘટના ઘટી છે.


  • હોસ્પિટલમાંથી મૃત ઘોષિત કરવામાં આવ્યો
  • સ્મશાનની ચિતામાંથી ઉઠી લાશ
  • ઓમ ઓમના અવાજ સાથે ઉઠી હતી લાશ



ગુરુવારે મુક્તિધામમાં એક લાશ ચિતામાંથી ઉઠી હતી અને અજીબ અવાજ કરવા લાગી હતી. જે બાદ એમ્બ્યુલન્સ અને ડૉક્ટરને ફોન કરવામાં આવ્યો હતો.

મુક્તિધામમાં એમ્બ્યુલન્સ આવી અને તેને તપાસીને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો પરંતુ ઘરના લોકો ન માન્યા તો તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં પણ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

અશોક નગરનો આ કિસ્સો છે અને અનિલ જૈન નામના યુવકની તબિયત ખરાબ થતા તેને જિલ્લાના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો અને 15 દિવસથી તે દવાખાનામાં એડમિટ હતો. મૃતકના ભાઇનું કહેવુ છે કે જ્યારે તેના અંતિમસંસ્કાર માટે અમે તેને મુક્તિધામ લઇ ગયા ત્યારે તેના શરીરમાં હલચલ થઇ અને ઓમ ઓમના અવાજ સાથે તે બેસી ગયો.

જે બાદ ડૉક્ટરની ટીમ આવી અને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો પરંતુ પરિવારજનોનો આરોપ છે કે મૃતક જીવતો હતો. પરિજનોએ હોસ્પિટલ પ્રબંધન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

સિવિલ સર્જને કહ્યું કે, પરિવારના લોકોનો આરોપ ખોટો છે. તે મૃત્યુ પામ્યો હતો અને તેને મુક્તિધામમાંથી લાવ્યા બાદ પણ ચેક કરવામાં આવ્યો પરંતુ તે મૃત હતો. પરિવારના લોકોનો આરોપ નિરાધાર છે.

No comments:

Post a Comment