Pages

Highlight Of Last Week

Search This Website

Wednesday 9 June 2021

એક સાથે 10 બાળકોને જન્મ આપીને મહિલાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એક સાથે 10 બાળકોને જન્મ આપીને મહિલાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ


થોડા જ સમય પહેલા આફ્રિકન દેશ માલીની એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો. જોકે આ રેકોર્ડ લાંબો સમય સુધી ટકી શક્યો નથી. હવે સાઉથ આફ્રિકાની એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને આ રેકોર્ડ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.



મળી રહેલી વિગતો અનુસાર 37 વર્ષની મહિલા ગોસિયામી થમારા સિટહોલે આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે સિઝેરિયન ઓપરેશન થકી એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો છે. બાળકો અને માતા સ્વસ્થ છે તેવુ ડોકટરોનુ કહેવુ છે. આ 10 બાળકોમાં સાત છોકરા અને ત્રણ છોકરીઓ છે. ગોસિયામીનુ કહેવુ છે કે, મને અને મારા પતિને આઠ બાળકોની આશા હતી. ડોકટરોએ અમને આ વાત પહેલા જણાવી હતી. જોકે એ પછી સ્કેન કરવામાં આવ્યુ તો ખબર પડી હતી કે, હું 10 બાળકોની માતા બનવાની છું.આ પહેલા બે બાળકો સ્કેનમાં દેખાયા નહોતા.

ગોસિયામી આગળ કહે છે કે, શરુઆતમાં તો હું મારી પ્રેગનન્સીને લઈને હેરાન હતી. મારા માટે તો આટલા બાળકો જન્મશે તે વાત ગળે ઉતરવા મુશ્કેલ બની રહી હતી. હું બીમાર પણ પડી ગઈ હતી. જોકે એ પછી હું સ્થિતિને સ્વીકારવા માંડી હતી. હું એક જ પ્રાર્થના કરતી હતી કે, ડિલિવરી સારી રીતે થઈ જાય અને બાળકો સ્વસ્થ રહે.


ગોસિયામી એક રિટેલ સ્ટોરમાં મેનેજર છે અને તેને અગાઉ બે જોડિયા બાળકો પેદા થયા હતા. જોકે સિટહોલ હવે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ ખુશ છે.

આ પહેલા મે મહિનામાં આફ્રિકન દેશ માલીની મહિલા હલિમા સીસીએ 9 બાળકોને જન્મ આપ્યો હતો. તેને ડિલિવરી માટે પાડોશી દેશ મોરક્કોમાં લઈ જવાઈ હતી. જ્યાં બાળકોને જન્મ આપ્યા બાદ થોડા સમય માટે હલિમાની તબિયત બગડી હતી. 2009માં પણ અમેરિકાની એક મહિલા નાદ્યા સુલેમાને આઠ બાળકોને જન્મ આપ્યો હતો. આ રેકોર્ડ સિટહોલે હવે તોડી નાંખ્યો છે.

No comments:

Post a Comment