ઑસ્ટ્રેલિયામાં માઉસ પ્લેગ, કેવી રીતે લાખો ઉંદરો ઑસ્ટ્રેલિયામાં આતંક મચાવી રહ્યા છે, જુઓ વિડિયો
હાલમાં પુરી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. અને તેનાથી કેમ બચવું તેની સામે કેવી રીતે સાવચેતી રાખવી તેની મુંજવણ માં છે. જ્યારે ઓસ્ટ્રેલિયા નાં એક શહેર માં માઉસ પ્લેગ ફાટી નીકળ્યો છે. આપણ ને એક વિચાર જરૂર થી આવતો હશે કે વળી માઉસ પ્લેગ શું છે માઉસ પ્લેગ કેવી રીતે ફાટી નીકળ્યો તો આપને જણાવી માઉસ પ્લેગ વિશે સંપૂર્ણ માહિતી નીચે વાંચો.
ઓસ્ટ્રેલિયા નાં પૂર્વ વિસ્તારમાં હાલમાં ઉંદરો આતંક મચાવી રહ્યા છે. ત્યાં નાં વિસ્તાર માં હાલમાં લાખોની સંખ્યામાં ઉંદરો પેદા થયાં છે અને આ ઉંદરો લોકો નાં ઘરો સુધી રસોડા માં પણ પહોચી ગયા છે લોકો ઉંદરો થી બચવા માટે ઘર બંધ કરી રહ્યા છે. ત્યાં નાં લોકો ની પથારી માં પણ ઉંદરો પહોચી ગયા છે અને આ ઉંદરો કરડી પણ રહ્યા છે.
ગામડાઓ નાં લોકો આ ઉંદરો રાત ના સમય માં કરડે નહિ તે માટે તેમની પથારી પાણી ભરેલી બાલટી ઉપર રાખે છે જેથી ઉંદરો પથારી ઉપર ચડે નહિ.
હાલમાં ત્યાંની સરકારે ઉંદરો સામે યુદ્ધ જાહેર કર્યું છે એટલે કે ઉંદરો સામે લડવા માટે સરકાર ઝેરી દવા અને ઝેરી ખોરાક ની તૈયારી કરી રહી છે. અને તાત્કાલિક ધોરણે આ ઉંદરો મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આપણ ને એક પ્રશ્ન થતો હસે કે આટલા બધા ઉંદરો આવ્યા ક્યાંથી, તો અમુક મીડિયા અહેવાલ પ્રમાણે એવુ કહેવામાં આવે છે કે ત્યાંના વિસ્તારમાં બે વર્ષ નાં દુષ્કાળ બાદ પુષ્કળ પ્રમાણ માં વરસાદ પડ્યો અને વાતાવરણ એક દમ ઠંડુ થઈ ગયું. ખેતરો માં પુષ્કળ પ્રમાણ માં પાક થયો એટલે ઉંદરો ને ખોરાક માટે ઉતમ સગવડ મળી ગઈ તે કારણ થી અહી આટલા બધા ઉંદર પેદા થઈ ગયા પરંતુ હકીકત મા ઉંદરો ક્યાંથી આવ્યા તે એક પ્રશ્ન છે.
No comments:
Post a Comment