LICમાં આજે એક મોટો બદલાવ લાગૂ કરવામાં આવ્યો છે. તમે પણ જો એલઆઇસીના ગ્રાહક છો તો ફેરફાર વિશે જાણી લેજો
- આજથી બદલાયો નિયમ
- શની અને રવિવારે ઓફીસ બંધ રહેશે
- અખબારમાં એડ પણ આપી છે
10 મેથી લાગૂ થયો નવો નિયમ
એલઆઇસીની ઓફિસમાં તમારે કોઇ પણ કામ હોય તો તમારે આ નવા નિયમને જાણી લેવો જરૂરી છે. 10 મેથી એલઆઇસીની ઓફિસમાં 5 જ વર્કિંગ દિવસ રહેશે. શની અને રવિવારે સંપૂર્ણપણે ઓફિસ બંધ રહેશે.
કંપનીએ એક સાર્વજનિક નોટીસમાં કહ્યું છે કે, 15 એપ્રિલ 2021ની અધિસૂચનામાં ભારત સરકારે ભારતીય જીવન વિમા નિગમ માટે પ્રત્યેક શનીવારે સાર્વજનિક રજા ઘોષિત કરી છે.
તમને જણાવી દઇએ કે સરકારે આ બદલાવ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ 1881ના સેક્શન 25 હેઠળ કર્યો છે. જો તમારે એલઆઇસીની ઓફીસમાં કોઇ કામ હશે તો તમારે સોમવારથી શુક્રવાર વચ્ચે જ જવાનુ રહેશે. શનીવાર અને રવિવારે રજા રહેશે. સવારે 10 વાગ્યાથી સાંજના 5.30 સુધી જ ઓફીસ ખુલ્લી રહેશે.
એલઆઇસીએ આ વિશે છાપામાં એડ આપીને પણ લોકો સુધી આ વાત પહોંચાડી છે. 10મેથી આ નિયમ લાગૂ પડી જશે.
કન્યાદાન માટે પોલીસી
ભારતીય જીવન વિમા નિગમ કન્યાદાન માટે મોટા ફંડનો પ્લાન કરી રહ્યું છે. LIC દીકરીઓ માટે ખાસ પ્લાન લઇને આવ્યું છે. જેમાં તમારી દીકરીના કન્યાદાન માટે તમને 27 લાખ રૂપિયા મળશે. કન્યાદાન પોલીસીમાં તમારે રોજ 121 રૂપિયા જમા કરાવવા પડશે.
આ પરિસ્થિતિમાં દીકરીને દર વર્ષે 1 લાખ મળશે
એલઆઇસીની કન્યાદાન પોલીસીમાં તમારે રોજ 121 રૂપિયા એટલે કે દર મહિને 3600 રૂપિયા જમા કરાવવાના રહેશે. તમે પ્રિમીયમની રકમ ઓછી પણ કરી શકો છો. તે સિવાય પોલિસી લીધા બાદ તમારુ નિધન થઇ જાય છે તો તમારે પ્રિમીયમ નહી ભરવુ પડે. સાથે જ દીકરીને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ મળશે. તે સિવા. 25 વર્ષ પૂરા થવા પર નોમિનીને 27 લાખ રૂપિયા અલગ મળશે.
ડેથ બેનેફિટ સામેલ
આ કન્યાદાન પોલીસીમાં ડેથ બેનેફીટ પણ સામેલ છે. આસાન ભાષામાં સમજીએ તો જો પોલિસી લીધા બાદ જો પોલીસી હોલ્ડરનું કોઇ પણ કારણસર નિધન થઇ જાય છે તો પરિવારને બાકી રહેલા પ્રિમીયમની રકમ નહી ભરવી પડે. આ પોલિસી લીધા બાદ 22 વર્ષ સુધી જ પ્રિમીયમ આપવુ પડશે.
પોલિસી પર એક નજર
- 25 વર્ષ માટે પોલીસી લેવામાં આવે છે
- 22 વર્ષ સુધી પ્રિમીયમ ભરવુ પડશે
- રોજ 121 રૂપિયામાં મહિને 3600 રૂપિયા કરવવા પડશે જમા
- દીકરીને પોલિસીના વધાલે વર્ષ દરમિયાન 1 લાખ રૂપિયા મળશે
- પોલિસી પૂરી થવા પર નોમિનીને 27 લાખ રૂપિયા મળશે.
કોઇ પણ ઉંમરમાં લઇ શકશો આ પોલિસી
કન્યાદાન પોલિસી માટે 30 વર્ષની ઉંમર હોવી જોઇએ અને દીકરીની ઉંમર 1 વર્ષની હોવી જોઇએ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે પરંતુ પ્રિમીયમ તમારે 22 વર્ષ સુધી જ આપવુ પડશે.
No comments:
Post a Comment