મહામારી / દેશમાં ત્રીજી લહેરની દસ્તકથી દહેશત : આ રાજ્યમાં 341 બાળકો કોરોના પોઝિટિવ થતાં ખળભળાટ
- રાજસ્થાનના દૌસમાં કોરોનાની ત્રીજી લહેરથી દહેશત
- દોસામાં 341 બાળકો કોરોના પોઝિટીવ
- કોરોનાગ્રસ્ત તમામ બાળકોની ઉંમર 0 થી 18 વર્ષ
- સદનસીબે એક પણ બાળક ગંભીર નહીં
કોરોનાની બીજી લહેરનો કેર હજુ તો શાંત પડ્યો નથી. ત્યાં તો ત્રીજી લહેરની દસ્તકથી ખળભળાટ મચ્યો છે.
રાજસ્થાનના દોસોમાં 341 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તમામ બાળકોની વય 0 થી 18 વર્ષની છે. દોસામાં 1 મે થી 21 મેની વચ્ચે 341 બાળકો કોરોના સંક્રમિત મળ્યાં છે. દોસા જિલ્લાધિકારીએ જણાવ્યું કે 341 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પરંતુ તેમાં કોઈ ગંભીર નથી. હાલમાં કોવિડની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા હોસ્પિટલને એલર્ટ કરી દેવાઈ છે.
પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો વાયરસ
ઘણા સમય પહેલા મલેશિયામાં 8 બાળકો બીમાર થયા, આ બાળકોને ન્યુમોનિયા થયો હતો. જ્યારે હોસ્પિટલમાં તેમના સેમ્પલ તપાસવામાં આવ્યા તો તેમાં કોરોનાના બે નવા વાયરસ આવ્યાનો ખુલાસો થયો. જેના કારણે તેઓ સંક્રમણનો ભોગ બન્યા હતા. આ વાયરસ કુતરાઓમાં જોવા મળે છે. આ જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. કોરોના આવ્યા પહેલા માત્ર સાત પ્રકારના વાયરસ વિશે લોકો જાણતા હતા. તો હવે જ્યારે નવો કોરોના વાયરસ સામે આવ્યો છે ત્યારે તો આ પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. આ ઘટના ઘણા સમય પહેલાંની છે પણ તેમ છતાં લોકો માટે ખતરારૂપ બની શકે છે.
કોરોના વાયરસના નામ CANINELIKE અને FELINE
ઘણા એક્સપર્ટ તેના પર રિસર્ચ કરી રહ્યા છે. તેનાથી હજુ પણ એ જાણી શકાય છે કે કોરોના વાયરસ એક પ્રજાતિમાંથી બીજી પ્રજાતિમાં પ્રવેશ કરી શકે છે. આ કોરોના વાયરસના નામ CANINELIKE અને FELINE છે. હજી સુધી આ વાયરસ દ્વારા સંક્રમણ ફેલાયું છે તેવી ખબર તો આવી છે પણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં આ વાયરસ ગયો હોય તેવી કોઈ જાણકારી મળી નથી. બીજા ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે વાયરસ માણસમાં અને બીજા કોઈપણ જીવમાં મ્યુટેટ કરવાની ક્ષમતા રાખે છે. તે પોતાને વધારવાની ક્ષમતા પણ ધરાવે છે. મલેશિયામાં એક દર્દીમાં ચાર કોરોના વાયરસ જોવા મળ્યા હતા. જેમાંથી બે વાયરસ તો માત્ર કૂટરમાં જોવા મળે છે. બિલાડી અને ભૂંડમાં પણ આ ક્રમશ ત્રીજા અને ચોથા નંબરના વાયરસ જોવા મળે છે. આ દર્દીમાં આ ચાર પ્રકાર વાયરસ જોવા મળ્યા હતા.
Source : Vtv ન્યૂઝ
No comments:
Post a Comment