નિર્ણય / હવે આ તારીખ સુધી લંબાઈ શકે છે ગુજરાતમાં લાગુ પ્રતિબંધો, કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કેસમાં અત્યારે ઘટાડો સામે આવી રહ્યો છે ત્યાં રાજ્ય સરકાર રાજ્યમાં લાગુ પ્રતિબંધોને હજુ લંબાવી શકે છે.
- રાજ્યમાં વધુ 7 દિવસ લંબાઇ શકે છે કર્ફ્યૂ
- 25 મે સુધી કર્ફ્યૂ લંબાવવાની વિચારણા
- કોર કમિટિની બેઠકમાં કર્ફ્યૂ મુદ્દે નિર્ણય લેવાશે
રાજ્યમાં લાદેલા કર્ફ્યૂની અવધિમાં વધારો થવાની શક્યતા
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યો છે ત્યારે હાલમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો સામે આવી રહ્યો છે. આ ઘટાડા વચ્ચે હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોની અવધિ સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે સૂત્રો અનુસાર રાજ્યમાં લાગુ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો હજુ પણ સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે.
25 મે સુધી કર્ફ્યૂ લંબાવવાની સરકારની વિચારણા
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ભલે ઓછા થઈ રહ્યા હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી તેના કારણે રાજ્યમાં લાદવામાં આવેલા નાઈટ કર્ફ્યૂ તથા દિવસ માટેની ગાઈડલાઇન સહિતના પ્રતિબંધો 25 મે સુધી લંબાવી દેવામાં આવે તેવી સરકારમાં વિચારણા ચાલુ હોવાની માહિતી સામે આવી રહી છે. રાજ્યમાં બીજી લહેરમાં કોઈ પણ રિસ્ક ન લેવાના અભિગમ સાથે પ્રતિબંધોને થોડા હજુ લાંબા કરી શકે છે.
કોર કમિટિની બેઠકમાં કર્ફ્યૂ મુદ્દે નિર્ણય લેવાશે
જોકે મહત્વની વાત છે કે રાજ્યના પાંચ જિલ્લાના ધારાસભ્યોએ હવે કર્ફ્યૂને હટાવી દેવા માટે રજૂઆત કરેલી છે અને હવે સમગ્ર મામલે આગામી કલાકોમાં મોટો નિર્ણય આવી શકે છે. કર્ફ્યૂ બાબતે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. જોકે આજે જ રાજ્ય પર વાવાઝોડાનું પણ સંકટ આવ્યું છે અને આગાહી અનુસાર સાંજે 6 વાગે વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે ત્યારે રાજ્ય સરકાર વાવાઝોડાના કામમાં પણ લાગેલી છે.
Source : Vtv ન્યૂઝ
No comments:
Post a Comment