હેલ્થ / છાતીમાં જીદ્દી કફ જામી ગયો છે ? તો અપનાવો આ 5 નુસ્ખા, ચપટી વગાડતા મળશે રાહત
હાલના સમયમાં કફ થઇ જાય તો પણ ટેન્શન વધી જાય છે. કારણકે કફ એ કોરોનાનું લક્ષણ છે અને તેને મટાડવાના ઘરેલૂ ઉપચાર અપનાવવા જોઇએ.
- કોરોનામાં રાખો તમારા સ્વાસ્થ્યની કાળજી
- કેવી રીતે કરશો જીદ્દી કફને દૂર
- આ ઘરેલૂ નુસ્ખા અપનાવવાથી થશે ફાયદો
સ્ટીમ લેવાથી મળશે રાહત
કફની સમસ્યા તો તમને સતાવતી હોય તો સૌથી સારો ઓપ્શન છે કે સ્ટીમ લઇ લેવી જોઇએ. તેનાથી હવા સીધી ફેફસા સુધી પહોંચે છે અને કફને તોડવામાં મદદ કરે છે.
મરી
છાતીમાં કફ થઇ જવાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. તેવામાં એક ચમચી કાળા મરી પાઉડર અને મધ મિક્સ કરીને ખાવાથી તમને ગળામાં રાહત મળશે. તમે ઇચ્છો તો કાળા મરીનો સુપ બનાવીને પણ પી શકો છો.
ગાર્ગલ કરો
કફ થવા પર મીઠાવાળા પાણીના કોગળા કરવા અસરદાર માનવામાં આવે છે. લ્યુક વોર્મ વોટરમાં મીઠુ મિક્સ કરીને કોગળા કરો. તેનાથી ગળાની ખરાશમાં આરામ મળશે અને કફને પણ તોડી શકશે.
આદુ
આદુમાં એન્ટી ઇંફ્લેમેટ્રી ગુણ હોય છે જે નાકના પેસેજને ક્લિયર કરે છે. તેમાં રહેલા તત્વ શરીરમાં બેક્ટેરિયા અને વાયરસના સંક્રમણ સાથે લડવામાં મદદ કરે છે. ગળામાં રહેલ કફ માટે આદુના નાના ટુકડા કરીને લીંબુના રસમાં મિક્સ કરીને તેનું સેવન કરો. તેનાથી તમને આરામ મળશે.
ફૂદીનાનું તેલ
ફૂદીનાનું તેલ છાતીમાં જમા થયેલ કફને હટાવવામાં મદદ કરે છે. ગરમ પાણીમાં ફૂદીનાના તેલની કેટલીક ડ્રોપ્સ નાંખો અને સ્ટીમ લો. તેનાથી તમને કફમાં આરામ મળશે.
No comments:
Post a Comment