Pages

Highlight Of Last Week

Search This Website

Saturday, 15 May 2021

માસ પ્રમોશન મુદ્દે એક્સપર્ટ વ્યૂ:માર્કશીટમાં પ્રમોશન લખેલું હોય તો ભવિષ્યમાં વિદેશ ભણવા જવું હોય તો તકલીફ પડી શકે છે.

 માસ પ્રમોશન મુદ્દે એક્સપર્ટ વ્યૂ:માર્કશીટમાં પ્રમોશન લખેલું હોય તો ભવિષ્યમાં વિદેશ ભણવા જવું હોય તો તકલીફ પડી શકે છે.


ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

ધો. 10માં માસ પ્રમોશન આપવાના નિર્ણયથી સ્કૂલો, વાલીઓ અને શિક્ષણ પર માઠી અસર પડે એવી સંભાવના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. શિક્ષણ વિભાગનાં સૂત્રો મુજબ ધો. 10માં અંદાજે 79 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થાય છે. આમાંથી સરેરાશ 11 હજાર જેટલા વિદ્યાર્થી દર વર્ષે આઇટીઆઇ અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવે છે, જેની સામે ધો. 11 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં 59 હજાર જેટલી બેઠકો છે. આ મુજબ 9 હજાર વિદ્યાર્થીના પ્રવેશ માટે મુશ્કેલી સર્જાશે.

સેન્ટ્રલાઇઝ પરીક્ષા રદ કરે એવી શક્યતા
નિષ્ણાતોનું કહેવું છે કે સ્કૂલોમાં 200થી વધુ વર્ગ વધારવા પડશે અને 400 શિક્ષકોની ભરતી પણ કરવી પડશે. ‘દિવ્ય ભાસ્કર’એ વાલીઓ પાસેથી તેમને મૂંઝવતા પ્રશ્નો મગાવ્યા હતા, જેમાં મહત્તમ વાલીઓનો સવાલ હતો કે ધો.11માં પ્રવેશ કેવી રીતે મળશે? સ્કૂલ-સંચાલકોએ જવાબ આપ્યો હતો કે પ્રવેશ માટે સરકારની ગાઇડલાઇન્સ મુજબ તેમજ ધો. 10ની પહેલી અને બીજી કસોટીનાં પરિણામના આધારે પ્રવેશ આપીશું. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ સવજીભાઈ હુણે કહ્યું હતું કે નિર્ણય ખોટો છે. બોર્ડે ઓનલાઇન ટેસ્ટ લેવી જોઇએ. શિક્ષણવિદ ડો. અનીષા મહિડાએ કહ્યું હતું કે માસ પ્રમોશનને લીધે વિદેશમાં વધુ અભ્યાસ માટે મુશ્કેલી સર્જાશે. સરકારી નોકરીમાં પણ તકલીફ ઊભી થશે. ડિપ્લોમા અને આઇટીઆઇ જેવી સંસ્થા મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર કરશે એ પણ એક સવાલ છે. કદાચ સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા પણ રદ કરવાનો વારો આવે.

ડો. કેતન શેલત, શિક્ષણ નિષ્ણાત.
ડો. કેતન શેલત, શિક્ષણ નિષ્ણાત.

સવાલ: માર્કશીટમાં માસ પ્રમોશન લખેલું હોય તો કરિયર પર અસર થશે?
જવાબ: 
સમગ્ર દેશમાં માસ પ્રમોશન આપે તો વાંધો ન આવે, વિદેશમાં અભ્યાસ માટે જવું હોય તો તકલીફ પડી શકે છે

સવાલ: વિદ્યાથીને ધોરણ 11માં હવે કંઇ સ્ટ્રીમમાં મૂકવા જોઇએ?
જવાબ: 
જે-તે વિદ્યાર્થીનાં પાછલાં 3 વર્ષનાં પરિણામનો અભ્યાસ કરવો જોઇએ, જેના આધારે કઇ સ્ટ્રીમમાં પ્રવેશ મેળવવો એ બાબતે નિર્ણય કરી શકાય.

સવાલ: વિદ્યાર્થીને ધો. 11માં પ્રવેશ કેવી રીતે મળી શકશે?
જવાબ: 
સરકારે ધો. 11ના પ્રવેશ માટે હજુ ગાઇડલાઇન્સ નક્કી કરી નથી, પરંતુ હાલના તબક્કે વાલીએ સ્કૂલ બદલવાનો નિર્ણય ટાળવો જોઇએ.

સવાલ: ધો.10ની માર્કશીટ કઈ કઈ પ્રવેશ પરીક્ષામાં માન્ય ગણાય છે?
જવાબ: 
જેઇઇ, નીટ, સિમેન્સ સહિતની તમામ એન્ટ્રસ્ટ ટેસ્ટમાં ફરજિયાત છે. એ સાથે દેશ-વિદેશની શૈક્ષણિક સંસ્થામાં પણ ફરજિયાત છે.

સવાલ: ITI અને ડિપ્લોમામાં મેરિટ લિસ્ટ કેવી રીતે બનશે?
જવાબ: 
હાલમાં સરકારે માત્ર માસ પ્રમોશનનો નિર્ણય કર્યો છે. અન્ય તમામ નિર્ણય માટે કમિટી બનાવી છે, જેના રિપોર્ટના આધારે સ્પષ્ટ થશે.

સવાલ: ધો.10ની બોર્ડની પરીક્ષાનો અનુભવ નથી મળ્યો ત્યારે ધો.12ની બોર્ડની પરીક્ષા માટે શું કાળજી લઇ શકાય?
જવાબ: 
દરેક સ્કૂલે આ માટે પોતાની વ્યવસ્થા ઊભી કરવી પડશે અને ધો. 10ની જેમ જ ધો.11ની પરીક્ષા સ્કૂલ કક્ષાએ લેવી જોઇએ. સરકારે પણ ધો.12ની બોર્ડ પહેલાં પ્રી-બોર્ડની પરીક્ષા યોજવી જોઇએ.

સવાલ: ધો. 10ની માસ પ્રમોશનની માર્કશીટ કઈ રીતે તૈયાર થશે? એમાં માસ પ્રમોશન લખાશે તો ભવિષ્યમાં પ્રવેશ માટે તકલીફ પડે ખરી?
જવાબ: 
સ્પષ્ટ માર્ગદર્શિકા નહીં હોવાથી કહેવું મુશ્કેલ છે, પણ ધો. 10માં આખા દેશમાં માસ પ્રમોશન અપાશે તો વાંધો નહીં આવે. જોકે વિદેશની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેતી સમયે તકલીફ આવી શકે છે.

સવાલ: ધો.10ના માસ પ્રમોશનની માર્કશીટથી સરકારી નોકરીમાં કોઈ સમસ્યા આવે ખરી?
જવાબ: 
નવનિર્માણ સમયે માસ પ્રમોશન આપતાં સરકારી નોકરીમાં તકલીફ પડી હતી, જેથી ફરી એ સ્થિતિ સર્જાય એવી સંભાવના નકારી શકાય નહીં.

સવાલ: ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપમાં લેવાય કે બી ગ્રુપમાં?
જવાબ:
 ગણિતમાં સારા માર્ક્સ આવતા હોય તો એ ગ્રુપ અને અને વિજ્ઞાનમાં સારા માર્ક્સ હોય તો બી ગ્રુપમાં પ્રવેશ લઇ શકાય. સ્કૂલ પણ પ્રવેશ પરીક્ષા લે તો વાલીની મૂંઝવણ દૂર થાય.

સવાલ: રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે?
જવાબ: 
હાલની સ્થિતિને જોતાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી લેવાઇ શકે છે. જોકે સરકારે હજુ નિર્ણય કર્યો નથી, પરંતુ આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય એવી શક્યતા છે.

સવાલ: ધો. 10માં ભરેલી પરીક્ષા ફી પરત મળશે?
જવાબ:
 સરકાર આ મામલે યોગ્ય નિર્ણય કરશે, પરંતુ મહદંશે પરીક્ષા ફી પાછી મળે એવી સંભાવના છે. જોકે કેવી રીતે પાછી આપવામાં આવશે એ બાબત હજુ સ્પષ્ટ નથી.

Source : દિવ્યભાસ્કર ન્યૂઝ રિપોર્ટ.

No comments:

Post a Comment