આફત / 'તૌકતે'ને લઈને મોટા સમાચાર : વધુ મજબૂત બન્યું વાવાઝોડું, NDRF-SDRF સજ્જ, રાજ્યભરના વાતાવરણમાં પલટો
કોરોના વાયરસના સંકટની વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ છે ત્યારે કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
- તૌકતે વાવાઝોડું વધુ મજબૂત બન્યું
- હવે સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં ફેરવાયું વાવાઝોડું
- વેરાવળથી અંદાજે 800 કિલોમીટર દૂર છે વાવાઝોડું
વાવાઝોડાને લઈને મોટા સમાચાર
તૌકતે વાવાઝોડાને લઈને ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજ્યોમાં ટેન્શન વધ્યું છે ત્યારે અરબ સાગરમાં આ ચક્રવાત વધુને વધુ મજબૂત બની રહ્યું છે. ચક્રવાત હવે સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં ફેરવાયું છે અને હાલમાં વાવાઝોડું પણજી-ગોવાથી 200 કિલોમીટર જેટલું દૂર છે તથા વેરાવળથી 700 કિમી દૂર છે. જૉ આ જ દિશા રહી તો વાવાઝોડું સીધું જ પોરબંદરને ટકરાશે અને જૉ દિશા બદલાય તો વાવાઝોડું અન્ય દિશામાં ફંટાઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 18મી મેના રોજ ગુજરાતને ટકરાઇ શકે છે.
તંત્રની તૈયારીઓ :
- અમરેલીના જાફરાબાદમાં SDRF તથા NDRFની ટુકડીઓ પહોંચી ગઈ છે
- વલસાડમાં તિથલ દરિયાકિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, NDRFની ટીમ પહોંચી તથા વાતાવરણમાં પલટો
- સુરતમાં સંભવિત અસરને પગલે 29 ગામોને કરાયા એલર્ટ
- જામનગરના બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ તથા 22 ગામડાઓ અલર્ટ ઉપર મુકાયા
- પોરબંદર : માધવપુરથી મિયાણી સુધીના 30 ગામ હાઈઅલર્ટ પર, લોકોને સલામત સ્થળે ખસેડવા તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ
- રાજકોટમાં હવામાન બગડે તો ફલાઈટ સુરત ડાયવર્ટ કરવાની સંભાવના, સુરત એરપોર્ટ ઉપર અલર્ટ
- અમદાવાદમાં વહેલી સવારે પડ્યો સામાન્ય વરસાદ, આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના
- જૂનાગઢ, ગીર સોમનાથ માટે NDRFની 2 ટીમ ફાળવાઈ, જિલ્લાના 47 ગામ હાઈઅલર્ટ ઉપર
- પંજાબ-ઓરિસ્સાથી 15 ટીમો એરફોર્સના વિમાનમાં પહોંચી વડોદરા, ટીમોને દ.ગુજરાત-સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોકલાઇ
Source : Vtv ન્યૂઝ
No comments:
Post a Comment