Pages

Highlight Of Last Week

Search This Website

Wednesday 19 May 2021

ગુજરાતમાં તૌકતેની તબાહી / જાણો કુલ કેટલા કરોડનું થયું નુકસાન, સૌથી વધુ પ્રભાવિત ઊર્જા ક્ષેત્ર

ગુજરાતમાં તૌકતેની તબાહીજાણો કુલ કેટલા કરોડનું થયું નુકસાન, સૌથી વધુ પ્રભાવિત ઊર્જા ક્ષેત્ર

3000 crore loss in Gujarat due to Tauktae cyclone

ગુજરાતમાં તૌકતેએ સર્જેલા વિનાશથી થયું ભારે નુકસાન


  • ગુજરાતમાં વાવાઝોડા હજારો કરોડનું નુકસાન
  • વાવાઝોડાથી રાજ્યમાં 3000 કરોડનું નુકસાન
  • કૃષિ,ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન
  • ઉર્જા સેક્ટરમાં અંદાજિત 1400 કરોડનુ નુકસાન
  • કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજ
  • કેરીના પાકમાં અંદાજે 60 કરોડનું નુકસાન

ગુજરાતમાંથી વાવઝોડુ આગળ વધીને હવે રાજસ્થાન તરફ વળ્યુ છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે. ઉર્જા સેક્ટરમાં અંદાજે 1400 કરોડનું નુકસાન થયું છે. ત્યારે કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં 13800 હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા 60 કરોડનું નુકસાન થયું છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં અંદાજે 50 કરોડનું નુકસાન થયુ છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં 350 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

No comments:

Post a Comment