Pages

Highlight Of Last Week

Search This Website

Thursday 10 June 2021

મહામારી / દેશમાં નવા વાયરસની એન્ટ્રી, નોંધાયો પહેલો કેસ, કોરોનાથી સાજા થયેલા દર્દીમાં મળે છે જોવા

મહામારી / દેશમાં નવા વાયરસની એન્ટ્રી, નોંધાયો પહેલો કેસ, કોરોનાથી સાજા થયેલા દર્દીમાં મળે છે જોવા

First Case Of 'Deadly' Herpes Simplex Virus Reported In India

યુપીના ગાઝિયાબાદમાં કોરોનાથી સાજા થયેલા એક દર્દીમાં Herpes Simplex Virus ના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો છે.

Read More »

Wednesday 9 June 2021

કામની વાત / આ મહિનામાં જ આ ત્રણ કામ પતાવી લેજો નહીંતર ઉઠાવવું પડશે ભારે નુકસાન

કામની વાત / આ મહિનામાં જ આ ત્રણ કામ પતાવી લેજો નહીંતર ઉઠાવવું પડશે ભારે નુકસાન


pan card aaadhaar card link deadline to pm kisan registration bank fd offer june 30 last date check details

જૂન મહિનામાં અનેક જરૂરી કામ કરવાની છેલ્લી તારીખ છે. આધારને પાન કાર્ડ સાથે લિંક કરવું, પીએમ કિસાનને માટે રજિસ્ટ્રેશન નહીં કરાવવા માટે નુકસાન થઈ શકે છે. આ સિવાય અનેક બેંક સ્પેશ્યલ એફડીનો ફાયદો પણ 30 જૂન સુધી જ આપવાની છે.

Read More »

મોદી સરકારની ખેડૂતોને ભેટ, ખરીફ પાક માટે MSP 62% સુધી વધારી

મોદી સરકારની ખેડૂતોને ભેટ, ખરીફ પાક માટે MSP 62% સુધી વધારી



નવી દિલ્હી: નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈને છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી દિલ્હીની બોર્ડરો પર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. એવામાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. બુધવારે કેન્દ્ર સરકારે ખરીફ પાકો માટે MSPમાં જંગી વધારો કર્યો છે. MSP for kharif crops

કેન્દ્ર સરકારે બજેટ સત્ર 2021-22 માટે ખરીફ પાકો પર MSP વધારવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સરકારનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે MSPમાં સૌથી વધુ તલ (452 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ)માં વધારો થયો છે. આ સિવાય તુવેર અને અડદની દાળમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા વધારવામાં આવ્યા છે.



કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જાણકારી આપતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ખરીફ પાક પર 50 ટકા સુધી MSP વધારવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 7 વર્ષોમાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક મોટા નિર્ણયો લીધા છે. આ સાથે જ ખેડૂતોની દરેક સમસ્યાના સમાધાન માટે કાયમ તત્પર રહી છે.

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અનાજના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં 72 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ તે 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. જે ગત વર્ષે 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

ખરીફ પાકની MSP વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસનું કહેવું છે કે, ખેડૂતો આ રીતે નહીં માને. ખેડૂત આંદોલન પુરુ કરવા માટે સરકારે ત્રણ કૃષિ કાયદા પરત લેવા જોઈએ. કોંગ્રેસે આ કાયદાને વિનાશકારી ગણાવતા કહ્યું કે, સરકારે પોતાની જિદ છોડવી જોઈએ અને તેને પરત લેવા જોઈએ.
Read More »

એક સાથે 10 બાળકોને જન્મ આપીને મહિલાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એક સાથે 10 બાળકોને જન્મ આપીને મહિલાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ


થોડા જ સમય પહેલા આફ્રિકન દેશ માલીની એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો. જોકે આ રેકોર્ડ લાંબો સમય સુધી ટકી શક્યો નથી. હવે સાઉથ આફ્રિકાની એક મહિલાએ એક સાથે 10 બાળકોને જન્મ આપીને આ રેકોર્ડ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.



મળી રહેલી વિગતો અનુસાર 37 વર્ષની મહિલા ગોસિયામી થમારા સિટહોલે આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે સિઝેરિયન ઓપરેશન થકી એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો છે. બાળકો અને માતા સ્વસ્થ છે તેવુ ડોકટરોનુ કહેવુ છે. આ 10 બાળકોમાં સાત છોકરા અને ત્રણ છોકરીઓ છે. ગોસિયામીનુ કહેવુ છે કે, મને અને મારા પતિને આઠ બાળકોની આશા હતી. ડોકટરોએ અમને આ વાત પહેલા જણાવી હતી. જોકે એ પછી સ્કેન કરવામાં આવ્યુ તો ખબર પડી હતી કે, હું 10 બાળકોની માતા બનવાની છું.આ પહેલા બે બાળકો સ્કેનમાં દેખાયા નહોતા.

ગોસિયામી આગળ કહે છે કે, શરુઆતમાં તો હું મારી પ્રેગનન્સીને લઈને હેરાન હતી. મારા માટે તો આટલા બાળકો જન્મશે તે વાત ગળે ઉતરવા મુશ્કેલ બની રહી હતી. હું બીમાર પણ પડી ગઈ હતી. જોકે એ પછી હું સ્થિતિને સ્વીકારવા માંડી હતી. હું એક જ પ્રાર્થના કરતી હતી કે, ડિલિવરી સારી રીતે થઈ જાય અને બાળકો સ્વસ્થ રહે.


ગોસિયામી એક રિટેલ સ્ટોરમાં મેનેજર છે અને તેને અગાઉ બે જોડિયા બાળકો પેદા થયા હતા. જોકે સિટહોલ હવે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ ખુશ છે.

આ પહેલા મે મહિનામાં આફ્રિકન દેશ માલીની મહિલા હલિમા સીસીએ 9 બાળકોને જન્મ આપ્યો હતો. તેને ડિલિવરી માટે પાડોશી દેશ મોરક્કોમાં લઈ જવાઈ હતી. જ્યાં બાળકોને જન્મ આપ્યા બાદ થોડા સમય માટે હલિમાની તબિયત બગડી હતી. 2009માં પણ અમેરિકાની એક મહિલા નાદ્યા સુલેમાને આઠ બાળકોને જન્મ આપ્યો હતો. આ રેકોર્ડ સિટહોલે હવે તોડી નાંખ્યો છે.
Read More »

આગાહી / જળબંબાકાર માટે થઈ જાઓ તૈયાર : ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી

આગાહી / જળબંબાકાર માટે થઈ જાઓ તૈયાર : ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આગાહી

heavy rain forecast in south gujarat till 12 june

આજે મુંબઈમાં પહેલો વરસાદ થયો જ્યાં પહેલા જ વરસાદમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે.

Read More »

ના હોય! / આ 5 શાક તામારા શરીરને પહોંચાડે છે ભયંકર નુકસાન, જાણીને થઇ જશો હેરાન

ના હોય! / આ 5 શાક તામારા શરીરને પહોંચાડે છે ભયંકર નુકસાન, જાણીને થઇ જશો હેરાન 


These 5 vegetables cause terrible damage to your body

કોરોનાકાળમાં લોકો પોતાની ઇમ્યૂનીટીને લઇને સજાગ થઇ ગયા છે પરંતુ આ 5 શાક ખાશો તો તમારી હેલ્થને નુકસાન થશે. 

Read More »

Tuesday 8 June 2021

સાવધાન / કોરોના સંકટ વચ્ચે વધુ એક બીમારી ગુજરાતીઓની ચિંતા વધારી, જાણો શું છે લક્ષણો

સાવધાન / કોરોના સંકટ વચ્ચે વધુ એક બીમારી ગુજરાતીઓની ચિંતા વધારી, જાણો શું છે લક્ષણો


vision syndrome case gujarat

દેશભરમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, તો મ્યુકોર્માઈસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક બીમારીએ દસ્તક દીધી હોવાનું સામે આવ્યું છે.

Read More »

કેન્દ્રનો નિર્ણય / હવે આ મોટી બૅન્ક સહિત વધુ ત્રણ સરકારી બેન્કોનું ખાનગીકરણ થશે, જાણો કઈ-કઈ

 કેન્દ્રનો નિર્ણય / હવે આ મોટી બૅન્ક સહિત વધુ ત્રણ સરકારી બેન્કોનું ખાનગીકરણ થશે, જાણો કઈ-કઈ


bank privatisation govt may dilute its stake in central bank and iob niti aayog proposed

કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા, ઈન્ડીયન ઓવરસીઝ બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડીયાનું ખાનગીકરણ કરવાનો તખતો તૈયાર કર્યો છે.

Read More »

હેલ્થ / એક મૂઠ્ઠી મમરા ખાવાથી કબજીયાતથી લઇને ઇમ્યૂનીટી સુધીની તકલીફો થશે દૂર

હેલ્થ / એક મૂઠ્ઠી મમરા ખાવાથી કબજીયાતથી લઇને ઇમ્યૂનીટી સુધીની તકલીફો થશે દૂર

Eating a handful of mamara will alleviate the problems ranging from constipation to immunity

ગુજરાતીઓ થેપલા, ફાફડા, ગાંઠીયા જેવી વસ્તુની સાથે મમરા પણ સાથે રાખે જ છે પરંતુ શું તમને ખબર છે મમરાના કેટલા ફાયદા છે? 

Read More »

પરીક્ષા વિના પરિણામ:જૂનના અંતિમ વીકમાં ઓનલાઈન રિઝલ્ટ જાહેર થશે, માસ પ્રમોશન માર્કશીટમાં નહીં પણ LCમાં તો લખાશે જ

પરીક્ષા વિના પરિણામ:જૂનના અંતિમ વીકમાં ઓનલાઈન રિઝલ્ટ જાહેર થશે, માસ પ્રમોશન માર્કશીટમાં નહીં પણ LCમાં તો લખાશે જ

  • માર્ક્સ વિદ્યાર્થીઓનાં નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે માર્ક્સ બોર્ડની વેબસાઇટ gseb.org અને sscmarks.gseb.org પર ઓનલાઇન અપલોડ થશે.

  • કોરોના મહામારીને પગલે રાજ્યમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને બે ભાગમાં માર્ક્સ આપવામાં આવશે, જેમાં પહેલા 20 માર્ક્સ શાળાકીય મૂલ્યાંકનના આધારે, જ્યારે બાકીના 80 માર્ક્સ ઓનલાઈન વેબસાઈટ પર મૂકવા માટે શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આદેશ કર્યા છે, જેના ભાગરૂપે રાજ્યની તમામ સ્કૂલના આચાર્યને ધોરણ 10ના માર્ક્સ મૂકવા માટે સૂચના અપાઈ ગઈ છે. સવારે 11 વાગ્યાથી માર્ક્સ અપલોડ કરવામાં આવશે અને આગામી 17 જૂને સાંજે 5 વાગ્યા સુધીમાં માર્ક્સ અપલોડ કરવાના રહેશે. માર્ક્સ વિદ્યાર્થીઓનાં નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. જૂનના અંતિમ વીકમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન પરિણામ જોવા મળશે.સાથે જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આચાર્યો અને ડીઈઓને પરિપત્ર લખ્યો છે. જેમા ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં નહીં પરંતુ એલસીમાં "માસ પ્રમોશન" લખવામાં આવશે.

માર્ક્સ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન અપાઈ
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરી દેવામાં આવી છે, જેના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ક્સ અપલોડ કરવાની અંતિમ તારીખ 17 જૂન અપાઈ છે. પરીક્ષા સચિવે જણાવ્યું હતું કે ધોરણ 10ના પરીક્ષાર્થીઓના આંતરિક મૂલ્યાંકન માર્ક્સ, માધ્યમિક કક્ષાના માળખા મુજબના માર્ક્સ તેમજ શાળા કક્ષા વિષયના માર્ક્સ બોર્ડની વેબસાઇટ gseb.org અને sscmarks.gseb.org પરથી ઓનલાઇન 8 જૂન 2021ના રોજ સવારે 11 વાગ્યાથી17 જૂન સાંજે 5 કલાક સુધીમાં ભરવાના રહશે. પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓનાં નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન માર્ક્સ માટે સ્કૂલના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગ-ઇન કરી શકાશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

હવે વિદેશ જવામાં કોઈ અડચણ નહીં નડે
ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન તો સરકારે જાહેર કરી દીધું, પણ એની માર્કશીટ તૈયાર કરવાની પદ્ધતિમાં શિક્ષણ બોર્ડ ગૂંચવાઈ ગયું હતું. પરિણામે, ખાસ સમિતિ બનાવી હતી, એનાં તારણો અને ફોર્મ્યુલાના આધારે માર્કશીટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હજુ પણ મૂંઝવણ છે કે પરિણામ સારું આવશે, પણ એમાં માસ પ્રમોશન લખેલું હશે તો ઉચ્ચ અભ્યાસથી માંડીને વિદેશ જવામાં નડતરરૂપ બનશે તો કારકિર્દી રોળાઈ જશે. વાલી-વિદ્યાર્થીઓની આ ચિંતાથી માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ સજાગ હોવાથી તેણે નક્કી કર્યું છે કે ધોરણ 10 અને 12ની માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં.

કોઈ બાળકને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડની માર્કશીટમાં કયાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં હોય. કોઈ બાળકને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે નહિ. એટલું જ નહીં, કોઈ બાળકને ભવિષ્યમાં કોઈ એવું કહીને નહીં જાય કે પરીક્ષા વગર વિદ્યાર્થી પાસ થયો છે, એ પદ્ધતિથી માર્કશીટ તૈયાર કરવામાં આવશે. ધોરણ 10ની માર્કશીટ તૈયાર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલી ફોર્મ્યુલામાં સાવ ઠોઠ કે સામાન્ય પરીક્ષામાં પણ પૂરતા માર્ક ના લાવી શકતા હોય તેવા વિદ્યાર્થીઓની માર્કશીટમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

નબળા વિદ્યાર્થીઓના પરિણામપત્રકમાં ગ્રેડ-ડી દર્શાવાશે
નબળા વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનને કારણે પાસ થવામાં ખૂટતા ગુણની તૂટ બોર્ડ દ્વારા પરિણામમાં દર્શાવી ગુણ તૂટ ક્ષમ્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીને પાસ થવામાં જેટલા ગુણ ખૂટતા હશે એટલા ગુણની તૂટ માફ કરીને પરિણામ પાસ જાહેર કરવામાં આવશે. આવા ઉમેદવારના પરિણામ પત્રકમાં ગ્રેડ-ડી દર્શાવાશે. ધોરણ-10 પરીક્ષામાં દરેક વિષયમાં 80 ગુણમાંથી 26 ગુણ અને 20 ગુણમાંથી 7 ગુણ મેળવી શક્યા ન હોય તેવા ઉમેદવારોને માસ પ્રમોશનને કારણે પાસ જાહેર કરવામાં આવશે. આવા વિદ્યાર્થીઓના પરિણામમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

ધો.1થી 12નું ઓનલાઇન શિક્ષણ શરૂ
ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ ગઈકાલથી શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ ચૂક્યો છે. ધો.1થી 12ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 1.27 કરોડ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે, જેમાં કોરોના મહામારીને કારણે પ્રત્યક્ષ શિક્ષણકાર્યને બદલે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સતત બીજા વર્ષે ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ થયું છે, આથી આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ ઊજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં શાળા-કોલેજોમાં 100 ટકા સ્ટાફ હાજર છે અને ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે.

Source : divya bhaskar news

Read More »