મહામારી / દેશમાં નવા વાયરસની એન્ટ્રી, નોંધાયો પહેલો કેસ, કોરોનાથી સાજા થયેલા દર્દીમાં મળે છે જોવા
યુપીના ગાઝિયાબાદમાં કોરોનાથી સાજા થયેલા એક દર્દીમાં Herpes Simplex Virus ના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો છે.
- Herpes Simplex Virus નો પહેલો કેસ નોંધાયો
- યુપીના ગાઝિયાબાદમાં મળ્યો પહેલો દર્દી
- કોરોનાથી સાજા થયેલા એક દર્દીમાં આ વાયરસના લક્ષણો મળ્યાં
- આ વાયરસ સૌથી ઘાતક હોવાનો ડોક્ટરોનો દાવો
ગાઝિયાબાદની હોસ્પિટલમાં Herpes Simplex Virus ના દર્દીની સારવાર ચાલી રહી છે. દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરોનો દાવો છે કે આ વાયરસના સંક્રમણનો પહેલો કેસ છે. આ વાયરસ સૌથી ઘાતક હોવાનો પણ ડોક્ટરોનો દાવો છે અને જો તેને ઝડપી ગતિએ કન્ટ્રોલ ન કરાયો તો મોટી તબાહી લાવી શકે છે.
નાકમાં મળ્યો વાયરસ
ગાઝિયાબાદના ડોક્ટર બીપી ત્યાગીએ જણાવ્યું કે તેમની હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયેલા દર્દીને ભરતી કરાયો છે. આ દર્દીના નાકમાં Herpes Simplex Virus જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે આ વાયરસ ઘણો ખતરનાક છે જો તેની સારવાર અને નિયંત્રણમા વાર લાગશે તો તે ઘણો ઘાયક નીવડી શકે છે.ડોક્ટર ત્યાગીએ જણાવ્યું કે ભરતી થયેલા દર્દીની ખૂબ જ સાવધાની સાથે સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ વાયરસની સારવાર ખૂબ મોંઘી છે તેથી બધાને તે પરવડતી નથી.
કોરોનાથી સાજા થનાર લોકોને ખતરો
ડોક્ટર ત્યાગીએ જણાવ્યું કે જે લોકો કોરોનાથી સાજા થયા છે તેઓ સાવધાની રાખે. સંક્રમણને કારણે પહેલેથી જ તેમની ઇમ્યુન સિસ્ટમ થોડી નબળઈ પડેલી હોય છે તેથી તેઓ હાલ પુરતું ખાવાપીવામાં, આરામ પર પુરતું ધ્યાન આપે તથા ભારે કસરત અને ભાગદોડથી દૂર રહે. આવું કરીને તેઓ અજાણતા બીજી બીમારીઓને આમંત્રિત કરશે.
કોરોનામાંથી સાજા થનાર લોકો સાવધાની રાખે
કોરોનાથી સાજા થયેલા ઘણા લોકો હજુ પણ હેલ્થ સંબંધી તકલીફોથી પીડિત છે.ઘણા લોકોને સાંભળવામાં તકલીફ પડી રહી છે તો ઘણા લોકોના બીપીમાં વધારો થયો છે. તો ઘણા લોકોના લોહીમાં ગાંઠ થઈ છે. ડોક્ટરોને શક છે કે દેશમાં હેલ્થ સંબંધિત દુર્લભ કેસો વધવાનું કારણ ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે.
ઈમ્યુન સિસ્ટમ પર ધ્યાન આપો
ડોક્ટરોના જણાવ્યાનુસાર, કોરોનાથી સાજા થયેલા લોકોએ તેમની રોગ પ્રતિકાર શક્તિ પર પુરતું ધ્યાન આપવું જોઈએ કારણ કે કોરોનાના સંક્રમણ સમય દરમિયાન તેમની ઈમ્યુન સિસ્ટમ ખુબ નબળી પડી ગઈ હોય છે અને તેથી આવા લોકોમાં Herpes Simplex Virus ના સંક્રમણની ખૂબ વધારે સંભાવના રહેતી હોય છે.