Pages

Search This Website

Sunday, 16 May 2021

હેલ્થ / છાતીમાં જીદ્દી કફ જામી ગયો છે ? તો અપનાવો આ 5 નુસ્ખા, ચપટી વગાડતા મળશે રાહત

હેલ્થ / છાતીમાં જીદ્દી કફ જામી ગયો છે ? તો અપનાવો આ 5 નુસ્ખા, ચપટી વગાડતા મળશે રાહત 

cough is frozen in the chest? So follow these 5 tips

હાલના સમયમાં કફ થઇ જાય તો પણ ટેન્શન વધી જાય છે. કારણકે કફ એ કોરોનાનું લક્ષણ છે અને તેને મટાડવાના ઘરેલૂ ઉપચાર અપનાવવા જોઇએ. 

Read More »

Saturday, 15 May 2021

માસ પ્રમોશન મુદ્દે એક્સપર્ટ વ્યૂ:માર્કશીટમાં પ્રમોશન લખેલું હોય તો ભવિષ્યમાં વિદેશ ભણવા જવું હોય તો તકલીફ પડી શકે છે.

 માસ પ્રમોશન મુદ્દે એક્સપર્ટ વ્યૂ:માર્કશીટમાં પ્રમોશન લખેલું હોય તો ભવિષ્યમાં વિદેશ ભણવા જવું હોય તો તકલીફ પડી શકે છે.


ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

ધો. 10માં માસ પ્રમોશન આપવાના નિર્ણયથી સ્કૂલો, વાલીઓ અને શિક્ષણ પર માઠી અસર પડે એવી સંભાવના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. શિક્ષણ વિભાગનાં સૂત્રો મુજબ ધો. 10માં અંદાજે 79 હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થાય છે. આમાંથી સરેરાશ 11 હજાર જેટલા વિદ્યાર્થી દર વર્ષે આઇટીઆઇ અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવે છે, જેની સામે ધો. 11 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં 59 હજાર જેટલી બેઠકો છે. આ મુજબ 9 હજાર વિદ્યાર્થીના પ્રવેશ માટે મુશ્કેલી સર્જાશે.

સેન્ટ્રલાઇઝ પરીક્ષા રદ કરે એવી શક્યતા
નિષ્ણાતોનું કહેવું છે કે સ્કૂલોમાં 200થી વધુ વર્ગ વધારવા પડશે અને 400 શિક્ષકોની ભરતી પણ કરવી પડશે. ‘દિવ્ય ભાસ્કર’એ વાલીઓ પાસેથી તેમને મૂંઝવતા પ્રશ્નો મગાવ્યા હતા, જેમાં મહત્તમ વાલીઓનો સવાલ હતો કે ધો.11માં પ્રવેશ કેવી રીતે મળશે? સ્કૂલ-સંચાલકોએ જવાબ આપ્યો હતો કે પ્રવેશ માટે સરકારની ગાઇડલાઇન્સ મુજબ તેમજ ધો. 10ની પહેલી અને બીજી કસોટીનાં પરિણામના આધારે પ્રવેશ આપીશું. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ સવજીભાઈ હુણે કહ્યું હતું કે નિર્ણય ખોટો છે. બોર્ડે ઓનલાઇન ટેસ્ટ લેવી જોઇએ. શિક્ષણવિદ ડો. અનીષા મહિડાએ કહ્યું હતું કે માસ પ્રમોશનને લીધે વિદેશમાં વધુ અભ્યાસ માટે મુશ્કેલી સર્જાશે. સરકારી નોકરીમાં પણ તકલીફ ઊભી થશે. ડિપ્લોમા અને આઇટીઆઇ જેવી સંસ્થા મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર કરશે એ પણ એક સવાલ છે. કદાચ સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા પણ રદ કરવાનો વારો આવે.

ડો. કેતન શેલત, શિક્ષણ નિષ્ણાત.
ડો. કેતન શેલત, શિક્ષણ નિષ્ણાત.

સવાલ: માર્કશીટમાં માસ પ્રમોશન લખેલું હોય તો કરિયર પર અસર થશે?
જવાબ: 
સમગ્ર દેશમાં માસ પ્રમોશન આપે તો વાંધો ન આવે, વિદેશમાં અભ્યાસ માટે જવું હોય તો તકલીફ પડી શકે છે

સવાલ: વિદ્યાથીને ધોરણ 11માં હવે કંઇ સ્ટ્રીમમાં મૂકવા જોઇએ?
જવાબ: 
જે-તે વિદ્યાર્થીનાં પાછલાં 3 વર્ષનાં પરિણામનો અભ્યાસ કરવો જોઇએ, જેના આધારે કઇ સ્ટ્રીમમાં પ્રવેશ મેળવવો એ બાબતે નિર્ણય કરી શકાય.

સવાલ: વિદ્યાર્થીને ધો. 11માં પ્રવેશ કેવી રીતે મળી શકશે?
જવાબ: 
સરકારે ધો. 11ના પ્રવેશ માટે હજુ ગાઇડલાઇન્સ નક્કી કરી નથી, પરંતુ હાલના તબક્કે વાલીએ સ્કૂલ બદલવાનો નિર્ણય ટાળવો જોઇએ.

સવાલ: ધો.10ની માર્કશીટ કઈ કઈ પ્રવેશ પરીક્ષામાં માન્ય ગણાય છે?
જવાબ: 
જેઇઇ, નીટ, સિમેન્સ સહિતની તમામ એન્ટ્રસ્ટ ટેસ્ટમાં ફરજિયાત છે. એ સાથે દેશ-વિદેશની શૈક્ષણિક સંસ્થામાં પણ ફરજિયાત છે.

સવાલ: ITI અને ડિપ્લોમામાં મેરિટ લિસ્ટ કેવી રીતે બનશે?
જવાબ: 
હાલમાં સરકારે માત્ર માસ પ્રમોશનનો નિર્ણય કર્યો છે. અન્ય તમામ નિર્ણય માટે કમિટી બનાવી છે, જેના રિપોર્ટના આધારે સ્પષ્ટ થશે.

સવાલ: ધો.10ની બોર્ડની પરીક્ષાનો અનુભવ નથી મળ્યો ત્યારે ધો.12ની બોર્ડની પરીક્ષા માટે શું કાળજી લઇ શકાય?
જવાબ: 
દરેક સ્કૂલે આ માટે પોતાની વ્યવસ્થા ઊભી કરવી પડશે અને ધો. 10ની જેમ જ ધો.11ની પરીક્ષા સ્કૂલ કક્ષાએ લેવી જોઇએ. સરકારે પણ ધો.12ની બોર્ડ પહેલાં પ્રી-બોર્ડની પરીક્ષા યોજવી જોઇએ.

સવાલ: ધો. 10ની માસ પ્રમોશનની માર્કશીટ કઈ રીતે તૈયાર થશે? એમાં માસ પ્રમોશન લખાશે તો ભવિષ્યમાં પ્રવેશ માટે તકલીફ પડે ખરી?
જવાબ: 
સ્પષ્ટ માર્ગદર્શિકા નહીં હોવાથી કહેવું મુશ્કેલ છે, પણ ધો. 10માં આખા દેશમાં માસ પ્રમોશન અપાશે તો વાંધો નહીં આવે. જોકે વિદેશની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેતી સમયે તકલીફ આવી શકે છે.

સવાલ: ધો.10ના માસ પ્રમોશનની માર્કશીટથી સરકારી નોકરીમાં કોઈ સમસ્યા આવે ખરી?
જવાબ: 
નવનિર્માણ સમયે માસ પ્રમોશન આપતાં સરકારી નોકરીમાં તકલીફ પડી હતી, જેથી ફરી એ સ્થિતિ સર્જાય એવી સંભાવના નકારી શકાય નહીં.

સવાલ: ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપમાં લેવાય કે બી ગ્રુપમાં?
જવાબ:
 ગણિતમાં સારા માર્ક્સ આવતા હોય તો એ ગ્રુપ અને અને વિજ્ઞાનમાં સારા માર્ક્સ હોય તો બી ગ્રુપમાં પ્રવેશ લઇ શકાય. સ્કૂલ પણ પ્રવેશ પરીક્ષા લે તો વાલીની મૂંઝવણ દૂર થાય.

સવાલ: રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે?
જવાબ: 
હાલની સ્થિતિને જોતાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી લેવાઇ શકે છે. જોકે સરકારે હજુ નિર્ણય કર્યો નથી, પરંતુ આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય એવી શક્યતા છે.

સવાલ: ધો. 10માં ભરેલી પરીક્ષા ફી પરત મળશે?
જવાબ:
 સરકાર આ મામલે યોગ્ય નિર્ણય કરશે, પરંતુ મહદંશે પરીક્ષા ફી પાછી મળે એવી સંભાવના છે. જોકે કેવી રીતે પાછી આપવામાં આવશે એ બાબત હજુ સ્પષ્ટ નથી.

Source : દિવ્યભાસ્કર ન્યૂઝ રિપોર્ટ.

Read More »

આફત / 'તૌકતે'ને લઈને મોટા સમાચાર : વધુ મજબૂત બન્યું વાવાઝોડું, NDRF-SDRF સજ્જ, રાજ્યભરના વાતાવરણમાં પલટો

આફત / 'તૌકતે'ને લઈને મોટા સમાચાર : વધુ મજબૂત બન્યું વાવાઝોડું, NDRF-SDRF સજ્જ, રાજ્યભરના વાતાવરણમાં પલટો

tauktae cyclone to hit gujarat on 18 may, ndrf-sdrf on high alert, read all updates

કોરોના વાયરસના સંકટની વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ છે ત્યારે કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

Read More »

તાઉ-તેનું તોળાતું સંકટ:વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર, 6 કલાકમાં તાઉ-તેની તીવ્રતા વધશે, 18મીએ બપોરના સમયે પોરબંદર અને નલીયા આસપાસ ત્રાટકશે

તાઉ-તેનું તોળાતું સંકટ:વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર, 6 કલાકમાં તાઉ-તેની તીવ્રતા વધશે, 18મીએ બપોરના સમયે પોરબંદર અને નલીયા આસપાસ ત્રાટકશે



  • સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર સાબદુ, દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરાયા
  • NDRFની 15 ટીમ જામનગર પહોંચી
  • એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી


ભારત સરકારના ગૃહમંત્રાલયમાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર 6 કલાકમાં વાવાઝો઼ડાની તીવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે.

હવાઇમથકોને તકેદારીના તમામ પગલાં લેવા તાકીદ કરી

ભારતમાં પશ્ચિમી દરિયાકાંઠે આવી રહેલા તૌક્તે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, આ વિષય સંદર્ભે બહાર પાડવામાં આવેલા ટેકનિકલ પરિપત્ર અનુસાર, ભારતીય હવાઇમથક સત્તામંડળ ખાતે વરિષ્ઠ મેનેજમેન્ટે દિલ્હીમાં આવેલા કોર્પોરેટ હેડક્વાર્ટર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણી પ્રદેશ અને પશ્ચિમી પ્રદેશમાં પશ્ચિમી દરિયાકાંઠાના હવાઇમથકોમાં પૂર્વતૈયારીઓની માહિતી મેળવી હતી. AAIના સભ્ય (પરિચાલન) આઇ.એન.મૂર્તિએ સંબંધિત હવાઇમથકોને તકેદારીના તમામ પગલાં લેવાની અને પૂર્વતૈયારીનું આયોજન કરવાની તાકીદ કરી હતી.

17મીએ અતિ ભારે વરસાદ પડી શકે
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં તારીખ 16મીથી જ હળવા કે મધ્યમ ઝાપટા - વરસાદ પડશે, તો 17મી તારીખે ગીર સોમનાથ જુનાગઢના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.તારીખ 18મીના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર જેમ કે, પોરબંદર, દેવભુમી દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે અને દરિયા કિનારે 120થી 150 કીમી પ્રતિ કલાકની ઝઢપે પવન ફુકાઇ શકે છે. વાવાઝોડાનાં પગલે દરુિયાઇ સીમાવર્તી વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયુ છે.

સૌરાષ્ટ્રમાં 15 એનડીઆરએફની ટીમ તૈનાત કરાશે
સંભવિત વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છમાં 2-2 ટીમ જ્યારે ભાવનગરમાં 1 એનડીઆરએફની ટીમ મોકલવામાં આવશે. જ્યારે કેટલીક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. અન્ય રાજ્યની 15 જેટલી એનડીઆરએફની ટીમ જામનગર પહોંચી છે અને ત્યાંથી ટીમને અન્ય જિલ્લામાં મોકલવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ભાવનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામો, કચ્છના ગામો તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચમાં જિલ્લાના 3 તાલુકા હાંસોટ, જંબુસર અને વાગરાના 29 જેટલા ગામોને એલર્ટ અપાયું છે. સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના દરિયાકાંઠે આવેલા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો
હવામાન વિભાગની આગાહી અનુસાર તાઉ-તે વાવાઝોડા કારણે તા. 16 અને 18 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં દરીયાઈ વિસ્તારના તાલુકા જાફરાબાદ અને રાજુલામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને વાદળ છાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે હાલમા ખેતરમાં ઉભા પાક જેવા કે લસણ, ઉનાળુ બાજરી, ઘાસચારો, શાકભાજી અને કઠોળ વગેરે પાકોમાં ખેડૂતોને સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.

Read More »

સહાય:કોરોના મહામારીમાં માં-બાપની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર દર મહિને 4 હજારની સહાય આપશે

સહાય:કોરોના મહામારીમાં માં-બાપની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર દર મહિને 4 હજારની સહાય આપશે


સરકારે છત્રછાયા ગુમાવનાર બાળકોને સુરક્ષા કવચ પુરુ પાડવાનો નિર્ણય લીધો - Divya Bhaskar
સરકારે છત્રછાયા ગુમાવનાર બાળકોને સુરક્ષા કવચ પુરુ પાડવાનો નિર્ણય લીધો
  • ગુજરાત સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડાશે
  • કોર ગ્રૂપની મીટિંગમાં મુખ્યમંત્રી રૂપાણીનો નિર્ણય
  • બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને સરકાર સહાય આપશે
  • રાજ્યમાં કોરોનાને કારણે અનેક બાળકો નિરાધાર બન્યા છે. આ મુદ્દે ગુરૂવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર ગ્રૂપની બેઠકમાં આવા બાળકોનો ઉછેર તેમના સગા દ્વારા થતો હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકારે માસિક 4 હજારની સહાય ચૂકવવાનું નક્કી કર્યું છે. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રકમ ચૂકવાશે. નોંધનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પાલક માતા-પિતા યોજના અમલી છે. જેમાં દર મહિને 3 હજારની સહાય ચૂકવાય છે. આ યોજનામાં માતા-પિતાનું અવસાન થયું હોય અથવા પિતાના અવસાન બાદ માતાએ પુનઃ લગ્ન કર્યા હોય અને બાળકનો સહાય ચૂકવાય છે. જોકે, પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 27 હજાર અને શહેરમાં 36 હજારથી ઓછી હોય તેમને સહાય મળવાપાત્ર છે.

  • બાળક દીઠ રૂપિયા 3 હજારની સહાય અપાશે
  • જ્યારે જે બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતાને બાળકને મૂકીને બીજે પુનર્લગ્ન કર્યા હોય એવા કિસ્સામાં પણ એ બાળકની 18 વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રૂપિયા 3 હજારની સહાય આપવામાં આવશે.આ કામગીરી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત જે બાળકોના માતા-પિતાને કોરોના પોઝીટીવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને તેમના બાળક-બાળકોની સાર-સંભાળ રાખનાર કોઈ જ ન હોય તેવા કિસ્સામાં 0 થી 18 વર્ષના બાળકોની નીચે દર્શાવેલ સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે.
  • 6 થી 18 વર્ષના છોકરાઓ માટેની સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શિયાળ, ગામ- શિયાળ, તા-બાવળા,
  • 6 થી 18 વર્ષની છોકરીઓ માટે સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ઓઢવ, પાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ.
  • 0 થી 6 વર્ષના બાળકો માટેની સંસ્થા – સ્પેશ્યલાઈઝ્ડ એડોપ્શન એજન્સી- ઓઢવ પાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ
સ્મશાનમાં ફરજ બજાવતા કર્મીનું કોરોનાથી મૃત્યુ થાય તો 25 લાખની સહાય
સ્મશાનમાં ફરજ બજાવતા કર્મીનું કોરોનાથી મૃત્યુ થાય તો 25 લાખની સહાય

સ્મશાનમાં ફરજ બજાવતા કર્મીનું કોરોનાથી મૃત્યુ થાય તો 25 લાખની સહાય
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.

Source : દિવ્યભાસ્કર ન્યૂઝ

Read More »

Friday, 14 May 2021

ચક્રવાત / 21 વર્ષમાં પ્રથમ વખત 18 મેએ ગુજરાતના માથે આ સંકટની દહેશત, હૅલિકૉપ્ટરથી સાયરન વગાડાઈ

ચક્રવાત / 21 વર્ષમાં પ્રથમ વખત 18 મેએ ગુજરાતના માથે આ સંકટની દહેશત, હૅલિકૉપ્ટરથી સાયરન વગાડાઈ

Tauktae Cyclone Porbandar Gujarat Coast Line

અરબ સાગર પર સર્જાયેલું લો પ્રેશરનું ક્ષેત્ર 16 મે એટલે કે રવિવારે ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે, 18 મે સુધી આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચી શકે છે 

Read More »

ના હોય! / સ્મશાનમાં ચિતામાંથી ઓમ-ઓમના અવાજ સાથે ઉઠી લાશ પછી જે થયુ...

ના હોય! / સ્મશાનમાં ચિતામાંથી ઓમ-ઓમના અવાજ સાથે ઉઠી લાશ પછી જે થયુ...




કોરોનાના કારણે રોજ કેટલા લોકો જીવ ગુમાવે છે અને સ્મશાનગૃહમાં પણ લાશનું વેઇટિંગ જોવા મળે છે તેવામાં મધ્યપ્રદેશના એક સ્મશાનમાં અજીબ ઘટના ઘટી છે.


  • હોસ્પિટલમાંથી મૃત ઘોષિત કરવામાં આવ્યો
  • સ્મશાનની ચિતામાંથી ઉઠી લાશ
  • ઓમ ઓમના અવાજ સાથે ઉઠી હતી લાશ



ગુરુવારે મુક્તિધામમાં એક લાશ ચિતામાંથી ઉઠી હતી અને અજીબ અવાજ કરવા લાગી હતી. જે બાદ એમ્બ્યુલન્સ અને ડૉક્ટરને ફોન કરવામાં આવ્યો હતો.

મુક્તિધામમાં એમ્બ્યુલન્સ આવી અને તેને તપાસીને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો પરંતુ ઘરના લોકો ન માન્યા તો તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં પણ તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

અશોક નગરનો આ કિસ્સો છે અને અનિલ જૈન નામના યુવકની તબિયત ખરાબ થતા તેને જિલ્લાના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો અને 15 દિવસથી તે દવાખાનામાં એડમિટ હતો. મૃતકના ભાઇનું કહેવુ છે કે જ્યારે તેના અંતિમસંસ્કાર માટે અમે તેને મુક્તિધામ લઇ ગયા ત્યારે તેના શરીરમાં હલચલ થઇ અને ઓમ ઓમના અવાજ સાથે તે બેસી ગયો.

જે બાદ ડૉક્ટરની ટીમ આવી અને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો પરંતુ પરિવારજનોનો આરોપ છે કે મૃતક જીવતો હતો. પરિજનોએ હોસ્પિટલ પ્રબંધન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

સિવિલ સર્જને કહ્યું કે, પરિવારના લોકોનો આરોપ ખોટો છે. તે મૃત્યુ પામ્યો હતો અને તેને મુક્તિધામમાંથી લાવ્યા બાદ પણ ચેક કરવામાં આવ્યો પરંતુ તે મૃત હતો. પરિવારના લોકોનો આરોપ નિરાધાર છે.
Read More »