Pages

Highlight Of Last Week

Search This Website

Saturday, 29 May 2021

ઑસ્ટ્રેલિયામાં માઉસ પ્લેગ, કેવી રીતે લાખો ઉંદરો ઑસ્ટ્રેલિયામાં આતંક મચાવી રહ્યા છે, જુઓ વિડિયો

ઑસ્ટ્રેલિયામાં માઉસ પ્લેગ, કેવી રીતે લાખો ઉંદરો ઑસ્ટ્રેલિયામાં આતંક મચાવી રહ્યા છે, જુઓ વિડિયો

હાલમાં પુરી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. અને તેનાથી કેમ બચવું તેની સામે કેવી રીતે સાવચેતી રાખવી તેની મુંજવણ માં છે. જ્યારે ઓસ્ટ્રેલિયા નાં એક શહેર માં માઉસ પ્લેગ ફાટી નીકળ્યો છે. આપણ ને એક વિચાર જરૂર થી આવતો હશે કે વળી માઉસ પ્લેગ શું છે માઉસ પ્લેગ કેવી રીતે ફાટી નીકળ્યો તો આપને જણાવી માઉસ પ્લેગ વિશે સંપૂર્ણ માહિતી નીચે વાંચો.

ઓસ્ટ્રેલિયા નાં પૂર્વ વિસ્તારમાં હાલમાં ઉંદરો આતંક મચાવી રહ્યા છે. ત્યાં નાં વિસ્તાર માં હાલમાં લાખોની સંખ્યામાં ઉંદરો પેદા થયાં છે અને આ ઉંદરો લોકો નાં ઘરો સુધી રસોડા માં પણ પહોચી ગયા છે લોકો ઉંદરો થી બચવા માટે ઘર બંધ કરી રહ્યા છે. ત્યાં નાં લોકો ની પથારી માં પણ ઉંદરો પહોચી ગયા છે અને આ ઉંદરો કરડી પણ રહ્યા છે.

ગામડાઓ નાં લોકો આ ઉંદરો રાત ના સમય માં કરડે નહિ તે માટે તેમની પથારી પાણી ભરેલી બાલટી ઉપર રાખે છે જેથી ઉંદરો પથારી ઉપર ચડે નહિ.

હાલમાં ત્યાંની સરકારે ઉંદરો સામે યુદ્ધ જાહેર કર્યું છે એટલે કે ઉંદરો સામે લડવા માટે સરકાર ઝેરી દવા અને ઝેરી ખોરાક ની તૈયારી કરી રહી છે. અને તાત્કાલિક ધોરણે આ ઉંદરો મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આપણ ને એક પ્રશ્ન થતો હસે કે આટલા બધા ઉંદરો આવ્યા ક્યાંથી, તો અમુક મીડિયા અહેવાલ પ્રમાણે એવુ કહેવામાં આવે છે કે ત્યાંના વિસ્તારમાં બે વર્ષ નાં દુષ્કાળ બાદ પુષ્કળ પ્રમાણ માં વરસાદ પડ્યો અને વાતાવરણ એક દમ ઠંડુ થઈ ગયું. ખેતરો માં પુષ્કળ પ્રમાણ માં પાક થયો એટલે ઉંદરો ને ખોરાક માટે ઉતમ સગવડ મળી ગઈ તે કારણ થી અહી આટલા બધા ઉંદર પેદા થઈ ગયા પરંતુ હકીકત મા ઉંદરો ક્યાંથી આવ્યા તે એક પ્રશ્ન છે.

Read More »

ખતરો / ત્રીજી લહેરમાં દરરોજ આવી શકે છે આટલા બધા નવા કેસ, IIT દિલ્હીનો આ રિપોર્ટ છે ચોંકાવનારો

ખતરો / ત્રીજી લહેરમાં દરરોજ આવી શકે છે આટલા બધા નવા કેસ, IIT દિલ્હીનો આ રિપોર્ટ છે ચોંકાવનારો


delhi iit report on corona third wave

ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. એવામાં કોરોના પર IIT દિલ્હીના રિપોર્ટે કેજરીવાલ અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે. 

Read More »

મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.

મ્યુકરમાયકોસિસ થી ગભરાવવાની જરૂર નથી,આ દેસી ઘરેલુ ઉપચારથી ફંગસ ને મટાડી શકાય છે,જાણો.

નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશ માં કોરોના એ હાહાકાર મચાવ્યો હતો અને કોરોના નાં કારણે ઘણા લોકો એ જીવ પણ ગુમાવ્યા હતા. ત્યાર બાદ ફરીથી એક મહામારી એ હાહાકાર મચાવ્યો છે અને આ મહામારી નું નામ છે મ્યુકરમાયકોસિસ આ મહામારી આપણા દેશ માં ખુબ જ ઝડપથી વધી રહી છે. મ્યુકરમાયકોસિસ બીમારીમાં આપણી આંખ માં ઇન્ફેક્શન થાય છે.

આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં કોરોના ની મહામારી માં પણ લોકો એ ઘરેલુ દેશી ઉપચાર કરી ને કોરોના નાં સામે રક્ષણ મેળવ્યું હતું. તેવી જ રીતે આપણે મ્યુકરમાયકોસિસ ને પણ ઘરેલુ દેસી ઉપચાર કરી ને તેની સામે રક્ષણ મેળવી સકીએ છીએ.

આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે આપણે આર્યુવેદ સારવાર કરી ને કોઈ પણ રોગ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. આજે આપણે વાત કરીશું કે આપણે મ્યુકરમાયકોસિસ સામે રક્ષણ મેળવવા ઘરે બેઠા કેવી રીતે રક્ષણ મેળવી શકીએ.



• હળદર અને સુંઠ

ફંગળ ને અટકાવવા આયુર્વેદ માં ઉત્તમ ઉપચાર હળદર ,લીમડો તેમજ અજમો સૂંઠ ફંગલ ને અટકાવી સકે છે. હળદર અજમાં નો નાસ હળદર સૂંઠ કડવા લીમડા નાં પાણી નાં કોગળા કરવા ગરમ પાણી માં હળદર, સૂંઠ, લીમડાના પાન નાખીને પાણી અડધો કપ રહી જાય ત્યાં સુધી ઉકાળી ને નવશેકું પાણી પીવાથી ફગલ થતું અટકાવી શકે છે. ગંધક રસાયણ , આરોગ્ય વર્ધન ની ત્રિફલા જેવી વનસ્પતિ એન્ટી ફગલ તરીકે કામ કરે છે.

વાસી કે બગડી ગયેલા ખોરાક ને સુંઘવા બગડેલી વસ્તુઓ પર ફૂગ શ્વાસનળી સાથે શરીર માં જતાં ફાંગલ ને અટકાવી શકે છે.

• પાણી ને ઉકાળ્યા બાદ નવશેકા પાણીનો અડધો કપ પીવો

આયુર્વેદિક ડોકટરોના જણાવ્યા મુજબ પાણીને પહેલા ગરમ કરવું જોઈએ અને તેમાં હળદર અને અજમો ઉમેરવા જોઈએ અને નવ સેકસ પાણી લેવું જોઈએ. હળદર અને અજમાના પાણીનો ઇન્હેલેશન ફૂગના વિકાસને રોકી શકે છે. હળદર, આદુ, કડવો લીમડાના પાણીથી કોગળા. જેના કારણે મૌખિક સ્વચ્છતા જળવાઈ રહે છે અને ફૂગથી બચી શકાય છે. શુદ્ધ પાણી ગરમ કર્યા પછી તેમાં હળદર, આદુ, કડવો લીમડાના પાન ઉમેરીને પાણી ઉકાળો, પછી નવ શેકેલા પાણીનો અડધો કપ પીવો જે ફૂગથી બચી શકે છે.

Read More »

Monday, 24 May 2021

ગુજરાત: કોરોના બાદ ‘મ્યૂકર માઈકોસિસ’ અને હવે દર્દીઓને ‘ગેંગરીન’નો ખતરો

ગુજરાત: કોરોના બાદ ‘મ્યૂકર માઈકોસિસ’ અને હવે દર્દીઓને ‘ગેંગરીન’નો ખતરો



ગાંધીનગર: કોરોના બાદ જીવલેણ મહામારી બ્લેક ફંગસ અર્થાત “મ્યૂકર માઈકોસિસ” બાદ હવે ગુજરાતમાં વધુ એક ગંભીર બીમારીનો ખતરો ઉભો થયો છે. આ રોગનું નામ છે ગેંગરીન, જેના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગેંગરીન એક એવો રોગ છે, જેમાં દર્દીની નસોમાં લોહીના ગઠ્ઠા જામવા લાગે છે. જેના પગલે શરીરના જે-તે અંગને કાપવાની ફરજ પડે છે.

કોરોનાની સારવાર કરાવી ચૂકેલા દર્દીઓ સાથે હવે આવી જ સમસ્યા આવી રહી છે. અમદાવાદમાં એવા કેટલાક કેસો સામે આવ્યા છે, જે હાલમાં જ કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યાં છે. હવે તેમને હાથ-પગમાં દુ:ખાવાની ફરિયાદ છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં રહેતા 26 વર્ષના હીરજી લુહારને ગેંગરીન થયા બાદ તેમનો એક પગ કાપવો પડ્યો હતો.

અમદાવાદના વેસ્ક્યૂલર સર્જન ડૉ મનિષ રાવલના જણાવ્યા મુજબ, દર્દી કોરોનાથી સંક્રમિત હતો અને લગભગ બે અઠવાડિયા પહેલા જ રિકવર થયો હતો. જો કે પાછળથી અચાનક તેના પગમાં દુ:ખાવો ઉપડ્યો હતો.


આ દુ:ખાવાને દર્દીએ ગણકાર્યો નહતો, પરંતુ પાછળથી પગ સુન્ન પડી જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલમાં દાખલ થવા સુધીમાં ઘણો જ વિલંબ થઈ ચૂક્યો હતો, કારણ કે ગેંગરીન આખા પગમાં ફેલાઈ ચૂક્યું હતું. આખરે નાછૂટકે દર્દીનો જીવ બચાવવા તેનો પગ કાપવો પડ્યો.

ગેંગરીન એક એવો રોગ છે, જેમાં શરીરના કોઈ અંગમાં ગાંઠ થઈ જતાં બ્લડ સર્ક્યુલેશન રોકાઈ જાય છે. ઘણાં સમય સુધી આ સ્થિતિ રહેવા પર શરીરનું એ અંગે બહેરુ થઈ જાય છે અને એવામાં આ ભાગને શરીરથી અલગ કરવો પડે છે.

જો કે આ રોગ કોરોનાની પહેલા આવેલો છે અને તેનો ખતરો મુખ્યત્વે ડાયાબિટીશના દર્દીઓને વધારે હોય છે. જ્યારે સુગર લાંબા સમય સુધી અનિયંત્રિત રહે છે, તો શરીના કોઈ પણ અંગ પર ગેંગરીન થઈ શકે છે.

Source : ગુજરાત એક્સક્લુસીવ

Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat

Read More »

Saturday, 22 May 2021

મહામારી / દેશમાં ત્રીજી લહેરની દસ્તકથી દહેશત : આ રાજ્યમાં 341 બાળકો કોરોના પોઝિટિવ થતાં ખળભળાટ

મહામારી / દેશમાં ત્રીજી લહેરની દસ્તકથી દહેશત : આ રાજ્યમાં 341 બાળકો કોરોના પોઝિટિવ થતાં ખળભળાટ




રાજસ્થાનના દૌસમાં 341 બાળકો કોરોના પોઝિટીવ નીકળતાં હડકંપ મચ્યો છે.
Read More »

Friday, 21 May 2021

ચિંતાજનક / મગજમાં બ્લેક ફંગસ દેખાયાનો પ્રથમ કિસ્સો : ગુજરાતનો યુવાન કોરોના સામે જીત્યો પણ બીજી મહામારીએ જીવ લીધો

ચિંતાજનક / મગજમાં બ્લેક ફંગસ દેખાયાનો પ્રથમ કિસ્સો : ગુજરાતનો યુવાન કોરોના સામે જીત્યો પણ બીજી મહામારીએ જીવ લીધો

surat youth succumbed after black fungus in brain amid corona virus in gujarat

કોરોના બાદ વધુ એક મહામારી ગુજરાતના લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે ત્યારે સુરતમાં એક યુવકના સીધા મગજમાં જ બ્લેક ફંગસ જોવા મળી છે.

Read More »

Thursday, 20 May 2021

નવી ગાઈડલાઈન : કોરોના 10 મીટર અંતરથી પણ ફેલાઈ શકે છે, પંખા લગાવીને આ રાખો ખાસ ધ્યાન

નવી ગાઈડલાઈન : કોરોના 10 મીટર અંતરથી પણ ફેલાઈ શકે છે, પંખા લગાવીને આ રાખો ખાસ ધ્યાન

new guideline for corona transmission is declared

કોરોનાની બીજી લહેર પતે અને ત્રીજી લહેરને આવતા અટકાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે.

Read More »

Wednesday, 19 May 2021

ગુજરાતમાં તૌકતેની તબાહી / જાણો કુલ કેટલા કરોડનું થયું નુકસાન, સૌથી વધુ પ્રભાવિત ઊર્જા ક્ષેત્ર

ગુજરાતમાં તૌકતેની તબાહીજાણો કુલ કેટલા કરોડનું થયું નુકસાન, સૌથી વધુ પ્રભાવિત ઊર્જા ક્ષેત્ર

3000 crore loss in Gujarat due to Tauktae cyclone

ગુજરાતમાં તૌકતેએ સર્જેલા વિનાશથી થયું ભારે નુકસાન


  • ગુજરાતમાં વાવાઝોડા હજારો કરોડનું નુકસાન
  • વાવાઝોડાથી રાજ્યમાં 3000 કરોડનું નુકસાન
  • કૃષિ,ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન
  • ઉર્જા સેક્ટરમાં અંદાજિત 1400 કરોડનુ નુકસાન
  • કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજ
  • કેરીના પાકમાં અંદાજે 60 કરોડનું નુકસાન

ગુજરાતમાંથી વાવઝોડુ આગળ વધીને હવે રાજસ્થાન તરફ વળ્યુ છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે. ઉર્જા સેક્ટરમાં અંદાજે 1400 કરોડનું નુકસાન થયું છે. ત્યારે કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં 13800 હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા 60 કરોડનું નુકસાન થયું છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં અંદાજે 50 કરોડનું નુકસાન થયુ છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં 350 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
Read More »

Tuesday, 18 May 2021

વધુ એક વાવાઝોડું કતારમાં: તાઉ-તે હજી ગયું નથી અને બંગાળની ખાડીમાં શરૂ થયું વધુ એક લો-પ્રેશર વાવાઝોડું, 26મીએ ભુવનેશ્વર ત્રાટકશે

વધુ એક વાવાઝોડું કતારમાં: તાઉ-તે હજી ગયું નથી અને બંગાળની ખાડીમાં શરૂ થયું વધુ એક લો-પ્રેશર વાવાઝોડું, 26મીએ ભુવનેશ્વર ત્રાટકશે

વીન્ડી વેબસાઈટ પ્રમાણે આ લો-પ્રેશર સિસ્ટમ 26મી મેના રોજ ભુવનેશ્વર ત્રાટકશે - Divya Bhaskar
વીન્ડી વેબસાઈટ પ્રમાણે આ લો-પ્રેશર સિસ્ટમ 26મી મેના રોજ ભુવનેશ્વર ત્રાટકશે


અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

IMDની આગાહી
IMDની આગાહી

ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. જોકે હજી આ વાવાઝોડાનું કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી.

તાઉ-તે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તાઉ-તે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17 તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી. ગુજરાતમાં વેરાવળ, ઉના, ભાવનગર, મહુવા અને અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણી તારાજી પણ જોવા મળી હતી. 18 તારીખે મોડી સાંજથી તાઉ-તે રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. 17-18 તારીક દરમિયાન અને મુંબઈ અને ગુજરાતના ઘણાં શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો.

તાઉ-તેએ ગુજરાતમાં ઘણી તારાજી સર્જી
તાઉ-તેએ ગુજરાતમાં ઘણી તારાજી સર્જી

વાવાઝોડું તીવ્ર કેવી રીતે બને છે?

  • કોઈપણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને જીવંત રાખવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ ઊર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી અને બાષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. અત્યારે 50 મીટર ઊંડાઈ સુધી સમુદ્રનું પાણી ગરમ છે, જે આ ચક્રવાતને ઊર્જા પૂરી પાડવા માટે સક્ષમ છે. આ પ્રકારનું વાતાવરણ જ તાઉ-તે વાવાઝોડાંને ગતિ પૂરી પાડે છે.
  • પાણીની વરાળનાં ઘનીકરણ દ્વારા વધુ ગરમી પ્રકાશિત થાય છે, જેના કારણે વાતાવરણનાં દબાણમાં પણ ઘટાડો નોંધાય છે. ચક્રવાતનું સર્જન નીચા દબાણની પ્રણાલી અને તેની તીવ્રતાનાં અનેક તબક્કાઓમાંથી પસાર થયા પછી થાય છે.
  • સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાનાં સમય દરમિયાન પરિણમે છે. ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે.

શું અરબી સમુદ્ર વાવાઝોડાનો હબ બની રહ્યો છે?
વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે.
જોકે તાજેતરનાં વર્ષોમાં હવામાન શાસ્ત્રીએ અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે વાવાઝોડાની સંખ્યા વધી રહી છે
ગ્લોબલ વોર્મિંગના કારણે વાવાઝોડાની સંખ્યા વધી રહી છે

શું તાઉ-તે વાવાઝોડું એક ટ્રેન્ડ સેટર છે?
ચોમાસાનાં પૂર્વગાળા (એપ્રિલ-જૂન)માં અરબી સમુદ્રમાં સતત ચાર વર્ષથી વાવાઝોડું ફૂંકાવવાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. 2018 પછી જેટલા પણ વાવાઝાડાં ફૂંકાયા છે તે 'ગંભીર ચક્રવાત' અથવા તો એનાથી પણ વધુ પ્રચંડ અને વિનાશક નોંધવામાં આવ્યા છે. તાઉ-તે વાવાઝોડું જો કિનારા સુધી પહોંચ્યું તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં વિવિધ દરિયાકિનારે આવેલા પ્રદેશો પર પ્રભાવ પાડી શકે છે.

ટાઈમ લાઈન
2018: મેકુનુ વાવાઝાડાંએ ઓમાનને પ્રભાવિત કર્યું હતું
2019: ગુજરાતમાં વાયુ વાવાઝોડું ફુંકાયું હતું.
2020: મહારાષ્ટ્રને નિસર્ગ વાવાઝોડાંએ પ્રભાવિત કર્યું હતું.

Source : દિવ્યભાસ્કર ન્યૂઝ રિપોર્ટ

Read More »

Monday, 17 May 2021

નિર્ણય / હવે આ તારીખ સુધી લંબાઈ શકે છે ગુજરાતમાં લાગુ પ્રતિબંધો, કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

નિર્ણયહવે આ તારીખ સુધી લંબાઈ શકે છે ગુજરાતમાં લાગુ પ્રતિબંધો, કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

night curfew is likely to be extend in gujarat amid corona virus outbreak

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કેસમાં અત્યારે ઘટાડો સામે આવી રહ્યો છે ત્યાં રાજ્ય સરકાર રાજ્યમાં લાગુ પ્રતિબંધોને હજુ લંબાવી શકે છે.

Read More »